Рет қаралды 2,070
#bhajan #bhaktisongs #satsang
|| કિર્તન નીચે લખેલું છે કિર્તન ||
|| ભક્તિનંદન કીર્તન ભજન ||
રાણી રાધા પૂછે કાનાને વાત મંદિર મેલી ક્યાં ગયા હતા.
આવું રૂડું ગોકુળીયુ ગામ. ગોવાળિયા નો સાથ મેલીને તમે ક્યાં ગયા હતા.
અમે ગ્યાતા મીરાબાઈને ઘેર.
રાણા એ મોકલ્યા ઝેર.
અમૃત કરવા ત્યાંગયા હતા.
રાણી રાધા પૂછે કાના ને વાત.
મંદિર મેલી ક્યાં ગ્યાતા.
અમે ગયાતા દ્રૌપદીના ઘેર.
કૌરવ લીધા વેર.
ચીર પુરવાને અને ત્યાં ગયા હતા.
રાણી રાધા પૂછે કાના ને વાત
મંદિર મેલી ક્યાં ગયા હતા.
અમે ગ્યાતા નરસૈયા ને ઘેર.
નાગરોએ લીધા વેર.
મામેરા પુરવા ત્યાં ગયા હતા.
રાણી રાધા પૂછે કાના ની વાત.
મંદિર મેલી ક્યાં ગયા હતા.
અમે ગ્યાતા પ્રહલાદ ને ઘેર.
પિતાએ લીધા વેર.
દર્શન દેવાને ત્યાં ગયા હતા.
રાણી રાધા પૂછે કાના ને વાત
મંદિર મેલી ક્યાં ગયા હતા.
તમે ગયાતા ચખુભાઈના ઘેર.
સાસુ એ લીધા વેર.
વહુવારૂ થઈને ત્યાં ગયા હતા.
રાણી રાધા પૂછે કાના ને વાત
મંદિર મેલી ક્યાં ગયા હતા.
આવું રૂડો ગોકળિયું ગામ ગોવાળિયા નો
સાથ મેલીને તમે ક્યાં ગયા હતા.
અમે ગ્યાતા ધ્રુવજી ને ઘેર.
માતાએ લીધા વેર.
દર્શન દેવા ત્યાંગયા હતા.
રાણી રાધા પૂછે કાના ને વાત મંદિર મેલી ક્યાં ગયા હતા.
=====================