Рет қаралды 32,776
કચ્છના રણમાં ખાટલે બેસી રાજભા ગઢવી સાથે ખાસ મુલાકાત.રાજભા ગઢવી આજે સમગ્ર ગુજરાતનું ગૌરવ છે.જોકે રાજભા ગઢવીએ કરિયરની શરૂઆત કરી ત્યારે કચ્છમાં પણ તેમને લોકોએ વઘાવી લીધા હતા.તે જ કચ્છમાં રાજભા ગઢવી સાથે ઈન્ટરવ્યૂ કરવાનો મોકો મળ્યો છે.આ ઈન્ટરવ્યૂમાં રાજભાએ દિલ ખોલીને વાત કરી છે.રાજભા ગઢવીએ ગીરના જંગલમાં પસાર થયેલા તેમના બાળપણથી લઈ લોકપ્રિયતાની ટોચ પર પહોંચવા માટે કરેલી મહેનતને વાગોળી હતી.ગીરના જંગલમાં ભેંસો ચરાવતા -ચરાવતા કલાકાર બનેલા રાજભાએ સંઘર્ષના તે દિવસો યાદ કર્યા જ્યારે તેમના ઝુંપડામાં રેડિયો પણ નહોંતો.રાજભા ગઢવીના આ ઈન્ટરવ્યૂમાં તેમણે ઘણી અજાણી વાતો કહી છે જે તેમના ચાહકોએ આ પહેલા ક્યારેય સાંભળી નહીં હોય.