Рет қаралды 154,125
@meshwaLyrical
Presenting : Ramdevpir Bavani | Lyrical | Gujarati Devotional Bavani |
#ramdevpir #devotional #bavani #lyrical
શ્રી ગણેશને લાગું પાય, રામાપીરના ગુણ ગવાય
પોંકરણગઢ ગામ કહેવાય, જેનો રાજા અજમલ રાય
વીરમદેવ ને રામાપીર, પુત્ર થયા મહા બળવીર
રામદેવ પીરના પરચા અપાર, કૃષ્ણ રૂપે લીધો અવતાર
મીનળદે માતાનું નામ, રામાપીર નું રટે નામ
ધનમલ વાણીયાનો વેપાર, પરદેશથી ધન લાવ્યો અપાર
મધદરિયા માં ડૂબ્યું વહાણ, રામાપીર નું ધર્યું ધ્યાન
અદ્રશ્ય રૂપે તાર્યુ વહાણ, વાણિયાના બચાવ્યા પ્રાણ
યુગે યુગે પીરનો પોકાર, હિંદુ પીરનો કર્યો પ્રચાર
પહેલા યુગે પ્રહલાદ રાય, બીજા યુગે હરિશ્ચંદ્ર રાય
ત્રીજા યુગે યુધિષ્ઠિર રાય, ચોથા યુગે બલિ રાય
પ્રત્યેક માસની સુદિ બીજે, ઉજવાય ત્યાં આવે રામાપીર
શ્રાવણી સુદિ બીજને દિન, બાર ગામના વાયક ભિન્ન
બાર વાયક સ્વીકારે પીર, બાર બીજના ઘણી રામાપીર
આફત માં જે યાદ કરે તુર્ત જ તેના કામ સરે
મરણ પામેલા જીવિત થાય, રામાપીરનો સ્પર્શ થાય
સગુણા બહેનની વ્હારે ચઢ્યા, મૃત ભાણેજ સજીવન કર્યા
નેતળદેવીનાં લગ્ન થયા, આનંદ ઉત્સવ કર્યા
વાણિયો ને વાણિયણ જાત્રા જાય, માલ દેખી ચોર વાંસે થાય
લીલુડો ઘોડો હાથમાં તીર, વાણિયાની વ્હારે રામદેવ પીર
ઉઠ ઉઠ વાણિયા ધડ માથું જોડે, ત્રણ ભુવનમાંથી પકડી લાવું ચોર
દલુ વાણિયાની ભલી ટેક, રણુજામાં વાણિયે લીધો ભેખ
રણુજામાં ખોદાવ્યાં તળાવ, બીજી ખોદાવી પરચા વાવ
દુઃખી દર્દી સ્નાન કરે, સર્વ નું થાય રોગ નિદાન
રાવતરણસી ખીમડ્યો કોટવાળ, રામપીર ના ભક્ત અપાર
રૂપા તોરલદે સતી નાર, પીરના પરચે ઉગાર્યા ભરથાર
રણુજા શહેર માં પાટ મંડાય, ધોળી ધર્મ ધજા ફરકાય
વાયક સૌને મોકલાય, દેશ પરદેશ ના ભક્ત રાય
ખીમડો વાયક લઈને જાય પહોંચ્યો આબુગઢની માય
મળ્યા ભક્ત નીલમબાઈ, મળ્યા રાણા કુંભારાય
પાટણમાં ઉગમશી ભાઈ, ભક્તિનો ત્યાં ભાવ રેલાય
મજેવડીમાં દેવતણખી સંત, સત્સંગી મહા ગુણવંત
હાલા હુલા ઢાગા ધનવીર, નિત્ય સમરે રામાપીર
દેવાયત પંડિત દેવલદે નાર, દીધાં આમંત્રણ નીર્ધાર
ત્યાંથી ચાલ્યા અંજાર મોજાર, મળ્યા જેસલ તોરલ નાર
ખીમડો ગયો મેવાસા માંય, રુપાદે માલદેવ રાય
જેસલે પીપડી માલે ઝાડ, રોપ્યો થઈ અમર ડાળ
ખોદાવી વાવ રૂપા રાણી, તોરલે કર્યાં મીઠા પાણી
મક્કાથી આવ્યા પાંચ પીર, પરચો જોવા મન અધીર
સવા હાથની ચાદર નંખાય, તેમાં સહુ બેસતા જાય
જેમ વધે તેમ બેસતા જાય, તેમાં પાંચસો પીર સમાય
ઝાડની ત્યાં હલાવી ડાળ, વાસણ પડ્યાં પીરસ્યા થાળ
જેને જોઈએ તે પીરસાય, મનગમતા ત્યાં ભોજન થાય
જમી કરીને રાજી થયા, રામાપીરને પગે પડ્યા
આંધળા પાંગળા જાત્રા જાય, શ્રદ્ધા રાખે સારૂ થાય
ડાલીબાઈની ભક્તિ અપાર, ઉતારી દીધી ભવપાર
ભાદરવા સુદિ આગિયારસ, રામાપીરનો સમાધિ વાસ
સંવત પંદરસો પંદરની સાલ, રામાપીર થઈ ગયા ન્યાલ
સમાધિમાંથી કરતા વહાર, ચમત્કાર જેના અપરંપાર
હરજી ભક્ત ખીમડ્યો કોટવાળ, ડારલદે સદગુણી નાર
રામાપીર ની બાવની સાર, જે કોઈ ગાયે નર ને નાર
છગન ભગત નમું વારંવાર, ઉતારી દેશે ભવ પાર.
Audio Song : Ramdevpir Bavani
Singer : Ruchita Prajapati
Lyrics : Traditional
Music : Jayesh Sadhu
Deity : Ramdevpir
Temple : Ranuja
Festival : Ramdevpir Na Norta
Label :Meshwa Electronics