Рет қаралды 885
ડોનાલ્ડ ટ્રમ્પના પ્રેસિડેન્ટ બન્યા બાદ લીગલ સ્ટેટસ પર પણ અમેરિકા જવું આસાન નથી રહ્યું, ટ્રમ્પ શપથ લેવાના હતા તે પહેલા જ અમેરિકાની કોલેજો અને યુનિવર્સિટીઓએ ઈન્ટરનેશનલ સ્ટૂડન્ટ્સને 20 જાન્યુઆરી પહેલા યુએસ આવી જવા કહ્યું હતું, તેવી જ રીતે ટ્રમ્પના પ્રેસિડેન્ટ બન્યા બાદ અમેરિકન કંપનીઓ પર પ્રેશર વધતાં H-1B પર અમેરિકામાં રહેતાં ઘણા ઈન્ડિયન્સને પોતાના વિઝા રિન્યૂ થશે કે નહીં તેની ચિંતા સતાવી રહી છે.. આ સિવાય અમુક કેસમાં તો વેલિડ વિઝિટર વિઝા ધરાવતા લોકોને પણ અમેરિકાથી પાછા મોકલવામાં આવ્યા હોવાની વાતો બહાર આવી છે ત્યારે સવાલ એ છે કે શું ગ્રીન કાર્ડ હોલ્ડર્સને પણ ટ્રમ્પની ઈમિગ્રેશન પોલિસીથી ડરવાની જરૂર છે ખરી?