સીતા માતા ના પ્રાગટ્ય નું ગુજરાતી કીર્તન (નીચે લખેલુ છે) - મહિલા મંડળ સત્સંગ

  Рет қаралды 26,150

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

Күн бұрын

સીતા માતા ના પ્રાગટ્ય નું ગુજરાતી કીર્તન - મહિલા મંડળ સત્સંગ
#gujaratikirtan #કીર્તન #સત્સંગ #mahilamandal #ભક્તિકીર્તનસંગ્રહ #ગુજરાતીકિર્તન #rambhajan #sitaramam #gujaratibhajan
જનકરાજાનું સોના સાતીડું
ખેતર ખેડે છે જનકરાય
ધનુષબાણ નય ભાંગે
એ રે ખેતરમાંથી કુંભ ઘડો નીકળ્યો
એમાં આડો છે ચૂંદડીનો છેડો
ધનુષબાણ નય ભાંગે
એ રે કુંભમાંથી એક બાળકી રે નીકળી
જનકરાજા લઇને ગયા ઘેર
ધનુષબાણ નય ભાંગે
ઘરે આવીને સતી સુનયનાને સોપિયા
સીતાજી રાખ્યું એનું નામ
ધનુષબાણ નય ભાંગે
આ રે બાળકીને રાજા કોણ રે રમાડશે
કેમ કરી થાશે મોટા
ધનુષબાણ નય ભાંગે
આ રે બાળકીને રાણી તમે રમાડજો
દૂધ પાય કરજો એને મોટા
ધનુષબાણ નય ભાંગે
સોળ વરસના સીતાજી થયા
જનકરાયે રાખ્યો સ્વયંવર
ધનુષબાણ નય ભાંગે
સ્વયંવરમાં ધનુષ યજ્ઞ રે રાખ્યો
ધનુષ તોડે એને આપું કન્યાદાન
ધનુષબાણ નય ભાંગે
દેશ પરદેશના રાજા તેડાવ્યા
તેડાવ્યો લંકાપતિ ભૂપ
ધનુષબાણ નય ભાંગે
અયોધ્યા નગરીથી રામ લક્ષ્મણ પધાર્યા
સાથે છે વિશ્વામિત્ર મુનિ
ધનુષબાણ નય ભાંગે
હાકલ મારીને રાજા રાવણ ઉઠિયો
દીધો છે ધનુષને હાથ
ધનુષબાણ નય ભાંગે
ધનુષ ઊપડ્યું નઈને રાવણ શરમાણો
લાજયો છે લંકાપતિ ભૂપ
ધનુષબાણ નય ભાંગે
વંદન કરીને રાજા રામચંદ્ર ઉઠીયા
ધનુષને કરે છે પ્રણામ
ધનુષબાણ નય ભાંગે
ધનુષને અડતા એના કટકા રે થયા
ત્રણેય લોકે થયો રણુકાર
ધનુષબાણ ભાંગી ગયા
પેલો તે કટકો કૈલાશમાં ગયો
શંકરને કરી એને જાણ
ધનુષબાણ ભાંગી ગયા
બીજો તે કટકો અયોધ્યામાં ગયો
રાજા દશરથને થઈ એની જાણ
ધનુષબાણ ભાંગી ગયા
વરમાળા લઈને સીતા રામને પેરાવે
રામને કરે છે પ્રણામ
ધનુષબાણ ભાંગી ગયા
અયોધ્યા નગરીથી દશરથ જાન લઈને આવ્યા
આવ્યા જનકપુર માય
ધનુષબાણ ભાંગી ગયા
રામસીતા પરણે દેવો દર્શને આવિયા
બોલે છે જયજયકાર
ધનુષબાણ ભાંગી ગયા
સોના સાતીડું જનકરાજાનું
ખેતર ખેડે છે જનકરાય
ધનુષબાણ નય ભાંગે
Album: સીતા માતા ના પ્રાગટ્ય
Singer: રસીલા ઠુંમર
Copyright: Rasilaben thumar

Пікірлер: 22
Throwing Swords From My Blue Cybertruck
00:32
Mini Katana
Рет қаралды 11 МЛН
So Cute 🥰
00:17
dednahype
Рет қаралды 45 МЛН
У ГОРДЕЯ ПОЖАР в ОФИСЕ!
01:01
Дима Гордей
Рет қаралды 7 МЛН
Throwing Swords From My Blue Cybertruck
00:32
Mini Katana
Рет қаралды 11 МЛН