Рет қаралды 105,312
Welcome to my KZbin channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates
See other Krishna Kirtan Playlist :
• ક્રિષ્ના કીર્તન
See other Ramdevpir kirtan:
• રામાપીરના ભક્તિ ગીત
See other Guru Bhakti Kirtan:
• ગુરુ ભક્તિ
#gujaratikirtan #godsong
#સત્સંગ #gujaratisong #mahilamandal
#ભક્તિકીર્તનસંગ્રહ #newsong
#કીર્તન #gujaratikirtan #gurubhajans
#gurubhaktisong #prachin_bhajan #newsong2023 #viralsong
======= 84 લાખ અવતાર =======
જીવ ગુરુજીના વચન સંભાળીને ચાલજો રે
હેતે પ્રીતેથી લેજો પ્રભુજીના નામ
વચન સંભાળીને ચાલજો રે
જીવ તું તો પૂર્વ રે જનમની વાતને વિસરી ગયો રે
ક્યાંથી આવ્યોને કોણ તારી જાત
ગુરુ વચન સંભાળીને ચાલજો રે
જીવ તમે ગુરૂના વચન સંભાળીને ચાલજો રે
જીવ તું તો નવ નવ મહિના ઊંધે મસ્તક લટકીયો રે
તે દી જોડતો તો હરિવરને હાથ
ગુરુ વચન સંભાળીને ચાલજો રે
તારી ભક્તિને નવ ભૂલું હું તો ભૂદરા રે
બહાર આવ્યો ત્યાં લાગી તને માયાની લાય
ગુરુ વચન સંભાળીને ચાલજો રે
જીવ તે તો નવ લાખ અવતાર લીધા નિરમા રે
દસ લાખ અવતાર લીધા પંખીડાનો પરિવાર
ગુરુ વચન સંભાળીને ચાલજો રે
જીવ તેતો અગિયાર લાખ અવતાર લીધા કરમ કીટકના રે
વીસ લાખ અવતાર લીધા થાવર જંગમના વિસ્તાર
ગુરુ વચન સંભાળીને ચાલજો રે
જીવ તે તો ત્રીસ લાખ અવતાર પશુ પાંભરમાં લીધા રે
ચાર લાખ અવતાર તું વસ્યો રે માં ને પેટ
ગુરુ વચન સંભાળીને ચાલજો રે
જીવ તું તો લખ રે ચોરાશી ફરી ફરી આવીયો રે
ભજ્યા નઈ ભગવાન તો જઈશ ચોરાશીની માય
ગુરુ વચન સંભાળીને ચાલજો રે
જીવ તું મરી રે મરીને અનેકવાર અવતર્યો રે
માંડ કરી મળ્યો તને માનવનો અવતાર
ગુરુ વચન સંભાળીને ચાલજો રે
જીવ તે તો ભજ્યા નઈ જો પરિબ્રમ્હને રે
ગુરુજીને સેવ્યા વિના પડી જીવનમાં ધૂળ
ગુરુ વચન સંભાળીને ચાલજો રે
આવા ગરજે રે ગગનને અખંડ જ્યોતું ઝળહળે રે
એવા ગુરુનો તમે ગોતી લ્યો સંગ
ગુરુ વચન સંભાળીને ચાલજો રે
આવા ભીમને શરણે રે ખીમ રવિ સહી રે કરે
અમને મળ્યા આવા ગુરુજી અભંગ
ગુરુ વચન સંભાળીને ચાલજો રે
જીવ તમે ગુરૂના વચન સંભાળીને ચાલજો રે
હેતે ને પ્રીતેથી લેજો પ્રભુજીના નામ
ગુરુ વચન સંભાળીને ચાલજો રે
Album: 84 લાખ અવતાર
Singer: રસીલા ઠુંમર
Copyright: Rasilaben thumar