51th Thursday's thought full program : વિચારોનું વાવેતર

  Рет қаралды 2,664

Shree Saurashtra Patel Seva Samaj

Shree Saurashtra Patel Seva Samaj

Күн бұрын

માણસ માત્ર સુખ-શાંતિ અને ખુશાલી શોધતો હોય છે. એટલેજ લોકોમાં સમજણ કેળવવા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે વિચારોનું વાવેતર કાર્યક્રમ યોજવામાં આવે છે. ૭મી માર્ચ ગુરુવારે ૫૧માં થર્સ્ડે-થોર્ટ કાર્યક્રમાં શ્રી કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, જીવનમાં સૌથી વધુ મહત્વનું દામ્પત્ય સુખ છે. સવારની ચા બગડે તો આખો દિવસ બગડે છે. જો અથાણું બગડે તો આખું વર્ષ બગડે છે. પરંતુ જો દામ્પત્ય જીવન બગડે તો આખી જીંદગી બગડે છે. સ્ત્રી-પુરુષ બંને દુઃખી થાય છે. હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસને કેન્દ્રમાં રાખી દર ગુરુવારે આપવામાં આવતા વિચારથી વ્યક્તિ વધુ સમજણ કેળવે તેવો હેતુ છે. સુખના ૭ પ્રકાર ગણાવી શકાય. આરોગ્યસુખ, ઘનસુખ, દામ્પત્યસુખ, પરિવારસુખ, સમાજ-સુખ, રાજસુખ, અને મન-સુખ, તેમાં દામ્પત્ય સુખ એ સ્ત્રી-પુરુષ સમજણ પૂર્વક સાથે જીવન જીવે તો જ મેળવી શકાય છે.
માણસ ગમે તેટલી ધન-દોલત ધરાવતો હોય પરંતુ દામ્પત્ય સુખ ન હોય તો જીંદગી જીવવા જેવી લગતી નથી. એ બાબતને ધ્યાનમાં રાખી નવો વિચાર આપતા જણાવ્યું હતું કે, માનવ સંસારમાં સુખી થવા માટે મહત્વનો આધાર દામ્પત્ય જીવન છે. સંસારીક જીવનમાં દામ્પત્ય જીવનને અવગણી માણસ સુખી થઈ શકતો નથી. પુરુષ મકાન બાંધી શકે પરંતુ ઘર સ્ત્રી બનાવે છે. પુરુષ સગવડતા ઉભી કરી શકે પરંતુ સ્ત્રી જ ખુશાલી આપી શકે છે. પરસ્પર સમર્પણ વગર દામ્પત્ય જીવન ટકી જ ના શકે. સ્ત્રી પુરુષના પરસ્પર સમર્પણ જ દામ્પત્ય જીવનનો પ્રાણ છે. વિશ્વ મહિલા દિવસના આગળના દિવસે યોજાયેલ આ કાર્યક્રમમાં હાર્દિક ચાંચડે જણાવ્યું હતું કે, જીવ સૃષ્ટિનું ચાલક બળજ નારીતત્વ છે. પરિવારના સુખ-દુઃખનું કેન્દ્ર સ્ત્રી છે.
વિશ્વમહિલા દિન નિમિતે આ ખાસ કાર્યક્રમમાં ભાવનાબેન ઘનશ્યામભાઈ ઠુંમર- ગરમલીવાળા તથા દક્ષાબેન વિપુલભાઈ ભુવાની ઉપસ્થિતિમાં ખાસ અતિથી પાર્થ ઓર્નામેન્ટના ડાયરેક્ટરશ્રી વિપુલભાઈ ભુવા એ જણાવ્યું હતું કે, ખુબ નાના પાયે શરૂ કરેલ જવેલરીનું કામ આજે મોટા જવેલર્સ અને મેન્યુફેક્ચરીંગ સુધી પહોંચવા માટે હંમેશા પ્રમાણિકતા જાળવી છે. ગ્રાહકને ભગવાન ગણ્યા છે તેને કેન્દ્રમાં રાખી કરેલ કામથી આજે પાર્થ ઓર્નામેન્ટની બ્રાંડ બની છે. અનેક સેવા ભાવી સંસ્થાઓ અને વરાછા જવેલર્સ એસોસિએશન સાથે સંકળાયેલાશ્રી વિપુલભાઈ ભુવાએ જણાવ્યું હતું કે,મારા જીવનમાં હર મોડ પર મારા ધર્મપત્નીનો સમજણ ભર્યો સાથ રહ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જીવનની સફળતા માટે સ્ત્રીનો સાથ જરૂરી છે. મારા પરિવારને એક રાખવા માટે અને ખુશ ખુશાલ રાખવા માટે ભુવા પરિવારની બહેનોની ભૂમિકા મહત્વની રહી છે. વરાછા રોડ જવેલર્સ એસોસીએશનના સ્થાપક પ્રમુખ છે. ભુવા પરિવારના અગ્રણીશ્રી વિપુલભાઈ ભુવાએ માત્ર નાક્ની ચૂકના રીટેલ વેચાણ માંથી આજે જ્વેલરીના મોટા ઉત્પાદક છે. તેમને જીવન તથા વ્યવસાયના સફળતા અંગે તેમણે જણાવ્યું હતું કે, શુભભાવથી કામને વળગી રહ્યે તો સફળતા મળતી હોય છે. પારિવારિક ભાવના અને પરિવારમાં નારી સન્માન તમારા ધંધા-વ્યવસાયને વધુ સફળ અને ગૌરવ વંતો બનાવતી હોય છે.
આ પ્રસંગે મનીષાબેન અલ્પેશભાઈ ભુવા તરફથી શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત ના દાતા ટ્રસ્ટી બનવા સંકલ્પ થયો છે. હીરાઉદ્યોગ સાથે સંકળાયેલાશ્રી અશ્વિનભાઈ પરબતભાઈ સુદાણીનું દાતા ટ્રસ્ટી તરીકે અભિવાદન થયું હતું. શ્રી દામજીભાઈ ગઢુલાવાળા, શ્રી મનસુખભાઈ વેકરીયા અને શ્રી મુકેશભાઈ ચોવટિયા વગેરે ટ્રસ્ટીઓ તથા સંસ્થાના મંત્રીશ્રી અરવિંદભાઈ ધડુક, શ્રી ભવાનભાઈ નવાપરા, શ્રી મનજીભાઈ વાઘાણી તથા શ્રી રમેશભાઈ વાઘાણીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. થર્સ્ડે-થોર્ટની વ્યવસ્થા યુવા ટીમ સંભાળે છે. ગત ગુરુવારનો વિચાર અંકિત બુતાનીએ રજુ કર્યો હતો. જયારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન હાર્દિક ચાંચડ તથા રજુ ગૌદાનીએ સાંભળ્યું હતું.
સૌરાષ્ટ્ર પટેલ મહિલાવિંગ તરફથી ૮ લાખનું દાન એકત્ર થયું
સૌરાષ્ટ્ર પટેલ મહિલાવિંગના કન્વીનર શ્રીમતિ જયશ્રીબેન ભાલાળાએ જણાવ્યું હતું કે, કિરણ મહિલા ભવનનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં શરૂ થશે. ત્યારે તેમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે ૧૦૦ બહેનોની એક મહિલાવિંગ ટીમ બનવાની છે. રૂ. ૧૧૦૦/- એક ચોરસ વારનું ભૂમિદાન આપી મહિલાવિંગમાં બહેનો સક્રિય સભ્ય બને છે. અત્યાર સુધીમાં ૮૦ બહેનો એ ૮ લાખ ભૂમિદાન એકત્ર કર્યું છે.
#thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala
*******************************************************************
❋ Instagram : / spss_surat
❋ Facebook : / shreesaurashtrapatelse...
❋ LinkdIn : / shree-saurashtra-patel...
❋ Twitter : / official_spss
❋ KZbin : / @spss_surat
❋Website : www.spsamaj.org/
☎ For more info. Ph. +91 99091 88222

Пікірлер: 5
@manjulabenpatel3171
@manjulabenpatel3171 6 ай бұрын
જય શ્રી કૃષ્ણ ભાવના એન્ડ ઘનશ્યામ ઠુંમર ને ખુબ ખુબ આગળ વધો જયા પગ મુકો ત્યાં ધરતી પાવન થાય જયા ઉભા રહો ત્યાં ઈમારત ખડી થાય તેવો મારો આશીર્વાદ છે
@ashokbhaisatani1848
@ashokbhaisatani1848 5 ай бұрын
સાહેબ નમસકાર
@manubhaisavaliya5768
@manubhaisavaliya5768 6 ай бұрын
Khub sars kanji Bhai ❤
@ashokbhaisatani1848
@ashokbhaisatani1848 5 ай бұрын
સાહેબ આ કાર્યક્રમ મારે આવવુ છે
@hardikmadaliya3393
@hardikmadaliya3393 6 ай бұрын
Mare joint thavu se to kai contect kari saku
Or is Harriet Quinn good? #cosplay#joker #Harriet Quinn
00:20
佐助与鸣人
Рет қаралды 58 МЛН
Как мы играем в игры 😂
00:20
МЯТНАЯ ФАНТА
Рет қаралды 1,8 МЛН
Apple peeling hack @scottsreality
00:37
_vector_
Рет қаралды 127 МЛН
Quiet Night: Deep Sleep Music with Black Screen - Fall Asleep with Ambient Music
3:05:46