Рет қаралды 90
#Amrut Ghayal #GAZAL #Ghazal #Mushaira #Lyrics #gujaratigazal #gujaratishayari#gujratisher #gujratiloveshayari
સમાજ આપણો ભાવિક નથી,ફિતૂરી છે,
છે મુખમાં રામ પરંતુ બગલમાં છૂરી છે.
અકેલો પ્રેમ નહીં, શૌર્ય પણ જરૂરી છે,
કહાની પ્રેમની સાહસ વગર અધૂરી છે,
હૃદયની ખાધ અમે વેદનાથી બૂરી છે,
જીવનમાં ખોટ ખમી પણ છે, ખોટ પૂરી છે.
હશે, જરૂર હશે એક બે ભલા એમાં,
મનાય કેમ કે દુનિયા તમામ બૂરી છે.
દિયે છે એમ કંઈ ડંખ લાગણીઓ પણ,
હૃદયમાં નાગણીઓ જાણે ઝેરી પૂરી છે.
ન કરશો કોલ પૂરો તો રહી જશે મેણું,
મનુષ્યજાત ફક્ત બોલવામાં શૂરી છે.
અનન્ય પ્રીત છૂપી ચીસ છે ખબર નો'તી,
અમોને એમ કે એ મોરલી મધુરી છે.
જીવનમાં થાય છે સંઘર્ષ આશથી પેદા,
બસૂરાં સાજ નથી, તાન ખુદ બસૂરી છે.
મેં એને ઝૂમતાં જોઈ નથી કદી ‘ઘાયલ !
જવાની મારી જીવનમાં સદાય ઝૂરી છે.
♪ Video Graphics Work : NILESH BHATT
© All Copyrights Reserved to Amrut Ghayal foundation
---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE ---------------------------------------------------------------------------------------------------------