Рет қаралды 185
દરેક ક્ષણને ભેગી કરી નૂતન શક્તિ સર્જી લઈએ
ભીતર ના કલેશ ને, દૂર કરી દિલથી દિવાળી ઉજવી લઈએ
વીતેલા વર્ષની નિરાશા ને, આશા ભરેલા દીપક પ્રગટાવી દૂર કરીએ
શત્રુઓ અનેક સર્જાયા હશે પોતાના ઘમંડ થી
મતભેદને , મનના દુઃખને , સાફ કરી લઈએ
સૌને મળીયે, એવી જ રીતે , ખુદ ને આજે મળીયે
લાભ શુભ ના , રૂડા સાથિયા કરીએ
સર્જીએ સુંદર નવજીવન રંગોળી
માનવતાનું તોરણ લઈ , શ્રદ્ધાની ડેલી એ ઝુલાવિયે
મીઠાઈ થી પણ મધુર માનવતા નો સંબંધ
ઉત્સાહના અજવાળે ઉજવી લઈએ
આજ આંગણે આવી દિવાળી
ઉત્સવ ઉજવી લઈએ...
હાથ જોડી ને પ્રાર્થના કરીએ....
સપના ઓ ની રંગોળી બનાવીએ..
એકબીજા સાથે હળીમળી ને પ્રેમ નો રંગ ભરી દઈએ ...
હાલને દિવાળી કરી લઈએ..
પ્રકાશ હંમેશા દીવાની જેમ ફેલાવીએ..
ચાલો ને સાથે મળીને દીવા પ્રગટાવીએ.