Рет қаралды 25,295
નવજીવન ટ્રસ્ટ આયોજિત ‘નવજીવનTalk’માં વક્તા હતા જાણીતા ચિંતક, લેખક અને શિક્ષણવિદ શ્રી સુભાષ ભટ્ટ. ‘અનહદ બાની’ના આ સર્જકે ગુજરાતી ભાવકોને તત્ત્વજ્ઞાન, જ્યોતિષવિદ્યા, તંત્રવિદ્યા, રવીન્દ્રનાથ ટાગોર, રુમી, મૂળ ધર્મો, સંપ્રદાયો, નાથો, સિદ્ધો, કલંદરો, બાઉલો, સૂફીઓ, સાધકો, રહસ્યવાદી ધારાઓ અને સભ્યતાઓ સાથે રૂબરૂ કરાવ્યા છે.
છેલ્લા ત્રણ દાયકાથી હિમાલય સાથે એમનો ઘનિષ્ઠ સંબંધ. હિમાલયની જાણીતી અને અજાણી જગ્યાઓ એમણે મન ભરીને માણી અને હજુ પણ એ યાત્રા અવિરત ચાલુ છે.
અહીં, સુભાષ ભટ્ટે ભાવકોને પોતાના હિમાલય સાથેના અનુભવો વહેંચ્યા છે. એમણે જોયેલો, જાણેલો અને માણેલો હિમાલય ભાવકોની સામે ખુલ્લો મૂક્યો છે. અહીં હિમાલયની જાણી-અજાણી વાતો રજૂ થઈ છે. પોતાની સરળ અને માર્મિક શૈલીથી શ્રી સુભાષ ભટ્ટે ભાવકોને હિમાલયની શબ્દયાત્રા કરાવી.