Рет қаралды 5,013
મનુભાઈ પંચોળી ‘દર્શક’ ગુજરાતી સાહિત્યનું ઉજળું નામ. નવલકથાકાર, નાટ્યકાર, ઈતિહાસકાર, કેળવણીકાર અને ગાંધીવાદી સમાજ સેવક તરીકે દર્શકનું સર્જન દરેક પેઢી માટે અમૂલ્ય ભેટ છે. નવજીવન ટ્રસ્ટ ગુજરાતી સાહિત્યના ઉત્તમ પુસ્તકો નિયમિત પ્રગટ કરે છે. આ શ્રેણીમાં મનુભાઈ પંચોળી ‘દર્શક’ના નવ જેટલા પુસ્તકો નવા રૂપરંગ સાથે નવજીવ ટ્રસ્ટે પ્રગટ કર્યા છે. હવે નવજીવન ટ્રસ્ટ ઉજવી રહ્યું છે ‘દર્શકોત્સવ’. જેમાં ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકારો, નાટ્યકારો અને પ્રાધ્યાપકો વાત કરશે નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત દર્શકના અમૂલખ નવ પુસ્તકો વિશે.
‘ઈતિહાસકથાઓ: રોમ - ગ્રીસ’ મનુભાઈ પંચોળી ‘દર્શક’નું અનોખું પુસ્તક છે. ઈતિહાસ સાથે દર્શકને ગાઢ પ્રેમ. ગુજરાતી ભાષાના જાણીતા ચિંતક, લેખક શ્રી સુભાષ ભટ્ટ વાત કરે છે દર્શકના આ અમૂલ્ય પુસ્તકની. આ પુસ્તકમાં દર્શકે વર્ણવેલી કથાઓમાં રહેલા જીવન દર્શનની વાત સુભાષ ભટ્ટે કરી છે. 2500 અને 3000 વર્ષ પહેલાંની આ કથાઓ આજે પણ જીવંત છે. આ કથાઓ રોમ અને ગ્રીસની સંસ્કૃતિના ઉદય અને પતનની સાક્ષી છે. આ કથામાં યુદ્ધ અને શાંતિ, માનવતા અને ક્રુરતા તેમજ કરૂણા અને કાલજયી વિચારધારાઓ વર્ણવાઈ છે. દર્શકના આ પુસ્તકમાં વર્ણવાયેલા સમાજદર્શન, જીવનદર્શન અને રાજકીય દર્શન વિશે સુભાષ ભટ્ટે વિગતે વાત કરી છે.દરેક પેઢીના ભાવકને અત્યંત પ્રિય થઈ પડે એવું ગદ્ય એટલે મનુભાઈ પંચોળી ‘દર્શક’ દ્વારા લખાયેલું પુસ્તક ‘ઈતિહાસકથાઓ: રોમ - ગ્રીસ’
મનુભાઈ પંચોળી ‘દર્શક’ લિખિત ‘ઈતિહાસકથાઓ: રોમ - ગ્રીસ’ નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થઈ છે. આ પુસ્તક નવજીવન ટ્રસ્ટની વેબસાઇટ www.navajivantrust.org પરથી આપ પ્રાપ્ત કરી શકો છો. આપ નવજીવન ટ્રસ્ટના પ્રકાશન વિભાગમાં કોલ કરીને પણ આ પુસ્તક મંગાવી શકો છો.
મોબાઈલ - 9974465222
Phone : 079 - 27540635
આપ ઓનલાઈન બૅન્ક દ્વારા, ફોન પે, ગુગલ પે અથવા Paytm થકી પેમેન્ટ કરી શકો છો. પુસ્તક કુરિયરના માધ્યમથી તમારા ઘેર પહોંચી જશે.
#navajivantrust #gujarati #sahitya