Рет қаралды 14,606
કંકુ (૧૯૬૯)
કંકુ એ ૧૯૬૯માં નિર્મિત ગુજરાતી સામાજિક નાટ્યાત્મક ફિલ્મ છે. આ ફિલ્મમાં કિશોર ભટ્ટ, કિશોર ઝરીવાલા, પલ્લવી મહેતાએ અભિનય આપ્યો હતો. આ ફિલ્મ પન્નાલાલ પટેલની એજ નામની એક ટુંકી વાર્તા પર આધારિત છે.
આ ફિલ્મને ૧૭મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં સર્વોત્તમ ગુજરાતી ફિલ્મનો ખિતાબ મળ્યો હતો.
શિકાગો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘શ્રેષ્ઠ અભિનેત્રી’નો પુરસ્કાર આ કૃતિએ પલ્લવી મહેતાને અપાવ્યો.
1969માં શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ ‘કંકુ’ને મળ્યો હતો.
આમ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પુરસ્કાર પ્રાપ્ત કરનાર ‘કંકુ’ સર્વપ્રથમ ગુજરાતી સિનેકૃતિ હોઈ તેનું ઐતિહાસિક મહત્વ છે.
આ સિનેકૃતિને રાજ્યકક્ષાના જે ચાર પુરસ્કાર પ્રાપ્ત થયા હતા તે આ પ્રકારે હતા : ‘શ્રેષ્ઠ દિગ્દર્શક’ : કાન્તિલાલ રાઠોડ; ‘શ્રેષ્ઠ છબીકલા’ : કુમાર જયવંત, ‘શ્રેષ્ઠ સિનેકથા’ : પન્નાલાલ પટેલ; અને ‘ગુજરાતીમાં નિર્માણ પામેલ ગુજરાતી ચિત્રને ખાસ ઇનામ’. ‘કંકુ’ની એક નકલ રાષ્ટ્રીય ચલચિત્ર સંગ્રહાલય, પુણે ખાતે સંગૃહીત અને સુરક્ષિત છે.
દિગ્દર્શક - કાંતિલાલ રાઠોડ
લેખક - પન્નાલાલ પટેલ
નિર્માતા - કાંતિલાલ રાઠોડ
કલાકારો - કિશોર ભટ્ટ, કિશોર ઝરીવાલા, પલ્લવી મહેતા
છબીકલા - કુમાર જયવન્ત
સંગીત - દિલિપ ધોળકિયા
નિર્માણ સંસ્થા - આકાર ફિલ્મ્સ
રજૂઆત તારીખ - ૧૯૬૯
અવધિ - ૧૪૮ મિનિટ
ભાષા - ગુજરાતી
Kanku (1969)
Director - Kantilal Rathore
Author - Pannalal Patel
Producer - Kantilal Rathore
Actors - Kishore Bhatt, Kishore Zariwala, Pallavi Mehta
Imagery - Kumar Jaywant
Music - Dilip Dholakia
Production Institute - Aakar Films
Release Date - 1969
Duration - 148 minutes
Language - Gujarati
All lyrics are written by વેણીભાઈ પુરોહિત; all music is composed by દિલિપ ધોળકિયા
Article Related to The Movie: www.arthouseci...