Рет қаралды 304,586
વિદેશ ગયા પછી ઘણા લોકોની લાઈફ એકદમ બદલાઈ જાય છે. અમુક લોકો ત્યાં જઈને સફળ થાય છે, સારી કમાણી કરે છે અને મહેનત કરીને પોતાના સપનાં પૂરા કરે છે. જોકે, પોતાનું વતન છોડીને વિદેશની ધરતી પર જતાં બધા લોકો એટલા નસીબદાર નથી હોતા. પોતાની પત્ની સાથે યુકે ગયેલા સુરતના કેયૂર પટેલ સાથે પણ કંઈક એવું જ થયું કે જેનાથી ના માત્ર તેનું લગ્નજીવન પડી ભાંગ્યું, પરંતુ સાથે જ તેને લાખો રૂપિયા ગુમાવવાનો પણ વારો આવ્યો. કેયૂર પાસે પૈસાની કોઈ કમી નહોતી, સુરતમાં તેની ફેમિલીનો વેલ એસ્ટાબ્લિશ્ડ બિઝનેસ હતો અને તે વર્ષે-દહાડે લાખો રૂપિયાની કમાણી આરામથી કરી લેતો હતો. જોકે, કેયૂરની પત્ની કામિનીને કદાચ સુરતમાં રહીને સમાજના બંધન નડતા હતા અને તેને વિદેશ જઈને પોતાની લાઈફ મસ્તીથી જીવવી હતી. કેયૂર તેની પત્નીને એટલી ચાહતો હતો કે તેણે ક્યારેય તેની કોઈપણ ઈચ્છા પૂરી કરવામાં ના ન્હોતી પાડી. કામિની લક્ઝુરિયસ લાઈફ જીવવામાં માનતી હતી, પોતે પણ ખૂબ જ ભણેલી-ગણેલી હતી અને સુરતમાં એક પ્રાઈવેટ બેંકમાં જોબ કરી સારૂં કમાતી પણ હતી.. પરંતુ તેને સુરતમાં રહેવા કરતાં બસ ગમે તેમ કરીને વિદેશ જવું હતું. ૨૦૧૭માં કેયૂર અને કામિનીના લગ્ન થયા હતા, તેમની મેરેજ લાઈફ પણ ખૂબ જ સારી ચાલતી હતી, પરણ્યા પછી તેઓ હનિમૂન માટે બાલિ ગયા હતા અને દુનિયાનું એવું કોઈ સુખ નહોતું કે જે કેયૂરે કામિનીને ના આપ્યું હોય, પરંતુ મેરેજના એકાદ વર્ષ બાદ કામિનીએ વિદેશ જવાની જિદ પકડી હતી. શરૂઆતમાં તો કેયૂર તેના માટે જરાય તૈયાર નહોતો, પણ આ જ બાબતે બંને વચ્ચે ક્યારેક ઝઘડો પણ થઈ જતો અને આખરે કામિનીની જિદ આગળ ઝૂકીને કેયૂરે તેની સાથે વિદેશ જવાનું નક્કી કર્યું હતું પરંતુ તેને ખબર નહોતી કે વિદેશની ધરતી પર પગ મૂકતા જ તેની આખી લાઈફ આડા પાટે ચઢી જવાની છે. આખરે સુરતમાં લાખો રૂપિયાની કમાણી અને પોતાની ફેમિલીને છોડીને પત્ની સાથે યુકે ગયેલા કેયૂર સાથે શું થયું અને હાલ તે કઈ સ્થિતિમાં જીવી રહ્યો છે તેની ચોંકાવનારી કહાની જોઈશું આ વિડીયોમાં.
ડાઉનલોડ કરો IamGujaratની App અને રહો અપડેટ
એન્ડ્રોઈડ ફોન માટે: play.google.co...
આઈફોન માટે: apps.apple.com...