Рет қаралды 8,520,566
Hriday Parivartan presents new song "Raja Aapo Have Dada Amari Vat Thai Puri" sung by Jaideep Swadia. This song was originally written by Udayratn M.S.
#RajaAapoHaveDadaAmariVatThaiPuri #hridayparivartan #latestgujaratisong #newgujaratisong #JaideepSwadia #devotionalbhajan #જયદીપસ્વાદિયા
આ ભક્તિગીતની રચના પછી અમોને આ ગીત વિષે ઘણું અવનવું જાણવા મળ્યું!! આથી આ ગીત ને મૂળ સ્વરૂપે એના રચયિતા,ગીત ના મૂળ સંગીતકાર,તથા આખું ગીત જે પ્રમાણે છે તે અહીં રજૂ કરીએ છીએ. અને એક ખાસ વાત કે આ ગીત માત્ર પ્રભુ ભક્તિનું હોવાથી અલગ અલગ જગ્યાએ અલગ અલગ રાગ થી અને ગીતની કડીઓ માં પણ ફેરફાર થયેલા છે. પરંતુ પ્રભુભક્તિ માટે કોઈ પણ યોગ્ય પરંતુ વ્યવસ્થિત રીતે બંધ બેસતી કડી લઇ શકાય છે. તો ચાલો આપ સૌ ની માટે આ ગીત ના ઓરીજનલ શબ્દ,સુર,રચયિતા, અને ગીત ની મેઈન લીંક કે જ્યાં આપ આ ગીત મૂળ સ્વરૂપે સાંભળી શકો છો.
ગીત ના મૂળભૂત રચયિતા : પૂ. ગણીવર્ય શ્રીઉદયરત્ન વિજયજી મ.સા.
(પ.પૂ. તપાગચ્છાધીપતી આ.ભ.શ્રી વિજય રામસુરીશ્વરજી મહારાજા ના શિષ્ય
પ.પૂ. ગચ્છાધીપતી આ.ભ.શ્રી વિજય અભયદેવસુરીશ્વરજી મ.સા. ના શિષ્ય
આચાર્ય શ્રી વિજય રત્નચંદ્રસુરીશ્વરજી મ.સા. ના શિષ્ય ગણીવર્ય શ્રીઉદયરત્ન વિજયજી મ.સા.)
ડહેલાવાળા.
ગીત ના મૂળભૂત સંગીતકાર : શ્રી જયદીપ સ્વાદિયા (મુંબઈ)
::::::::::::::::::::::મૂળ રૂપે રજા આપો હવે દાદા ભક્તિ ગીત:::::::::::::::::::::
રજા આપો હવે દાદા અમારી વાત થઇ પૂરી
અમારી વાત થઇ પૂરી
અધુરી વાત છે તોયે આ મુલાકાત થઇ પૂરી... અમારી વાત...
કર્યા કામણ તમે એવા અમે તારા બની બેઠા
તમારી પ્રીતમાં ઘાયલ અમે ઘેલા બની બેઠા
તમે આધાર થઇ બેઠા અમે લાચાર થઇ બેઠા
અમારી વાત થઇ પૂરી..... (૧)
તમે સરીતા તણી લહેરો તમે સાગર ઘણો ગહેરો
તમારા સ્મિતના પુષ્પો અને ઝાકળભીનો ચહેરો
તમારા મુખ ને જોયું...હવે ફરિયાદ થઇ પૂરી
અમારી વાત થઇ પૂરી...... (૨)
સ્મરણ તારું હંમેશા દે,મરણ ટાણે સમાધિ દે
રહે નિર્લેપતા સુખમાં, અને દુખમાં દિલાસો દે
ફક્ત જો આટલું આપો અમારી માંગણી પૂરી
અમારી વાત થઇ પૂરી..... (3)
"ઉદય" વિનવે છે કર જોડી ફરી આવીશ હું દોડી,
ઝુકાવી આંખ ને અમથી રજા આપો હવે થોડી,
જવાનું મન નથી થાતું,અમારી આજ મજબૂરી
અમારી વાત થઇ પૂરી...... (૪)
દીવાઓ સાવ બુઝ્યા તેલ ખૂટ્યું,રાત થઇ પૂરી,
અમારો કંઠ થાક્યો ગાન થંભ્યું વાત થઇ પૂરી,
અમારી વાત થઇ પૂરી......
તમે મોક્ષે જઈ બેઠા અમે સંસાર લઇ બેઠા...
અમારી વાત થઇ પૂરી......
અધુરી વાત થઇ પૂરી મધૂરી વાત થઇ પૂરી
અમારી વાત થઇ પૂરી......
रजा आपो हवे दादा अमारी वात थई पूरी... अमारी वात थई पूरी...
अधूरी वात छे तोये आ मुलाकात थई पूरी... अमारी वात थई पूरी...
कर्यां कामण तमे एवा अमे तारा बनी बेठां...
तमारी प्रीतमां घायल अमे घेला बनी बेठां...
तमे आधार थई बेठां... अमे लाचार थई बेठां... अमारी वात थई पूरी...
तमे सरिता तणी लहेरो... तमे सागर घणो गहेरो...
तमारां स्मितनां पुष्पो ... अने झाकळ भीनो चहेरो...
तमारां मुखने जोयुं... हवे फरियाद थई पूरी... अमारी वात थई पूरी...
स्मरण तारुं हंमेशा दे... मरण टाणे समाधि दे...
रहे निर्लेपता सुखमां अने दुःखमां दिलासो दे...
फक्त जो आटलुं आपो अमारी मांगणी पूरी... अमारी वात थई पूरी...
‘उदय’ विनवे छे करजोडी, फरी आवीश हुं दोडी...
झूकावी आंखने अमथी रजा आपो हवे थोडी...
जवानुं मन नथी थातुं, अमारी आज मजबूरी... अमारी वात थई पूरी...
दिवाओ साव बूझ्या ... तेल खूट्युं रात थई पूरी... अमारी वात थई पूरी...
अमारो कंठ थाक्यो... गान थंभ्युं वात थई पूरी... अमारी वात थई पूरी...
આપ અમારો ફેસબુક પર પણ સંપર્ક કરી શકો છો : hriday.parivartan
------------------------------------------------------------------------------------------------------------
Enjoy and Stay connected with us!!!!
Please Subscribe our Channel for More Upcoming Songs.
/ hridayparivartan
Click the bell icon to get Notified!!!!
Don't Forget To Like, Comment And Share!!!!!!