Рет қаралды 130,274
મારી રાધા નું ઝાંઝર બોલે
મારા કનૈયા નું મનડું ડોલે
બોલો રાધે રાધે શ્યામ્ ્બોલો રાધે રાધે શ્યામ
મારા કનૈયાની મોરલી બોલે
મારી રાધા નું ચીતડું ચોરે
બોલો રાધે રાધે શ્યામ્્ બોલો રાધે રાધે શ્યામ
મારી રાધા નું ઝાંઝર......
મારી રાધા પનઘટ આવે
મારો કનૈયો ઘડુલો ચઢાવે
બોલો રાધે રાધે શ્યામ્્ બોલો રાધે રાધે શ્યામ
મારો કાનો ગાયો પાવા આવે
મારી રાધા ઈશારે બોલાવે
બોલો રાધે રાધે શ્યામ ્બોલો રાધે રાધે શ્યામ
એવી ગોપીઓ વૃંદાવન આવે
મારો કાનુડો રાસ રચાવે
બોલો રાધે રાધે શ્યામ ્બોલો રાધે રાધે શ્યામ
કાનો વાંસળી રૂડી વગાડે
મારી રાધા દોડી દોડી આવે
બોલો રાધે રાધે શ્યામ્્ બોલો રાધે રાધે શ્યામ
આ તો ગોપીઓના મુખની ગાળો
મારા કાના ને મીઠી મીઠી લાગે
બોલો રાધે રાધે શ્યામ્્ બોલો રાધે રાધે શ્યામ
મારી રાધા નું ઝાંઝર બોલે
મારા કનૈયાનું મનડું ડોલે
બોલો રાધે રાધે શ્યામ ્બોલો રાધે રાધે શ્યામ
મારા કાના ની મોરલી બોલે.......
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
##કીર્તન #krishna #gujaratibhajan #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #ram #ramayan #rammandir #ayodhya #satsang_bhajan #kirtan #krishna ##satsang #bhakti