No video

‘દીપનિર્વાણ’ | Manubhai Pancholi ‘Darshak’ | Vishal Bhadani | Darshakotsav | Navajivan Trust

  Рет қаралды 15,581

Navajivan Trust

Navajivan Trust

Күн бұрын

મનુભાઈ પંચોળી ‘દર્શક’ ગુજરાતી સાહિત્યનું ઉજળું નામ. નવલકથાકાર, નાટ્યકાર, ઈતિહાસકાર, કેળવણીકાર અને ગાંધીવાદી સમાજ સેવક તરીકે દર્શકનું સર્જન દરેક પેઢી માટે અમૂલ્ય ભેટ છે. નવજીવન ટ્રસ્ટ ગુજરાતી સાહિત્યના ઉત્તમ પુસ્તકો નિયમિત પ્રગટ કરે છે. આ શ્રેણીમાં મનુભાઈ પંચોળી ‘દર્શક’ના નવ જેટલા પુસ્તકો નવા રૂપરંગ સાથે નવજીવ ટ્રસ્ટે પ્રગટ કર્યા છે. હવે નવજીવન ટ્રસ્ટ ઉજવી રહ્યું છે ‘દર્શકોત્સવ’. જેમાં ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકારો, નાટ્યકારો અને પ્રાધ્યાપકો વાત કરશે નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત દર્શકના અમૂલખ નવ પુસ્તકો વિશે.
‘દીપનિર્વાણ’ એ મનુભાઈ પંચોળી ‘દર્શક’ લિખિત બહુ જાણીતી નવલકથા છે. ગુજરાતી ભાષાના યુવા વાર્તાકાર, ભાવાનુવાદક અને કમ્યુનિકેટર શ્રી વિશાલ ભાદાણીએ અહીં આ નવલકથાનો સુંદર આસ્વાદ કરાવ્યો છે. રસાળ શૈલીમાં કૃતિ પરિચય આપ્યો છે. ભારતવર્ષની ધરતી પર હંમેશા વિદેશી આક્રમણોનો મારો રહ્યો છે. પ્રજામાં અને યોદ્ધામાં પૂરતું સામર્થ હતું પણ રાજાઓના અંદરોઅંદરના વેરભાવે ભારતવર્ષ ખંડિત રહ્યું અને વિદેશી આક્રમણકારીઓ ફાવ્યા. કેવી રીતે આ ધરતી પણ ગણરાજ્યોના દીવડાં ધીમે ધીમે બુઝાતા ગયા એની કથા આ નવલકથામાં વર્ણવાઈ છે. અહીં ઋષિપરંપરાની સાથોસાથ રાજકીય પરંપરાનું વર્ણન જોવા મળે છે. શ્રી વિશાલ ભાદાણીએ આ નવલકથાના દરેક ખૂણા વિશે વિગતે વાત કરીને કૃતિને પ્રેમથી વધાવી છે. સિકંદર અને મૌર્યકાળના બેકગ્રાઉન્ડમાં રચાયેલી આ કૃતિ કાળજયી છે. મનુભાઈ પંચોળી ‘દર્શક’ લિખિત ‘દીપનિર્વાણ’ શ્રેષ્ઠ સાહિત્યને વાચનારા ભાવકો માટે ઉપલબ્ધ છે.
આશા છે ‘દર્શકોત્સવ’ થકી ભાવકો મનુભાઈ પંચોળી ‘દર્શક’ જેવા મૂઠી ઉંચેરા સર્જક અને એમના સર્જનને જરા વધારે નજીકથી જાણે, ઉત્તમ સાહિત્ય માણે.
મનુભાઈ પંચોળી ‘દર્શક’ લિખિત ‘દીપનિર્વાણ’ નવલકથા નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થઈ છે. આ પુસ્તક નવજીવન ટ્રસ્ટની વેબસાઇટ www.navajivantrust.org પરથી આપ પ્રાપ્ત કરી શકો છો. આપ નવજીવન ટ્રસ્ટના પ્રકાશન વિભાગમાં કોલ કરીને પણ આ પુસ્તક મંગાવી શકો છો.
મોબાઈલ - 9974465222
Phone : 079 - 27540635
આપ ઓનલાઈન બૅન્ક દ્વારા, ફોન પે, ગુગલ પે અથવા Paytm થકી પેમેન્ટ કરી શકો છો. પુસ્તક કુરિયરના માધ્યમથી તમારા ઘેર પહોંચી જશે.

Пікірлер: 33
@ganpatdulera1862
@ganpatdulera1862 2 ай бұрын
સ્વ.શ્રી દર્શક દાદા ને વંદન.
@dr.jayvantsinhgohil806
@dr.jayvantsinhgohil806 3 жыл бұрын
આ નવલ...નવા રૂપ રંગ સાથે આસ્વાદ કરાવ્યો..ખૂબ ગમ્યું....આનંદો.
@shobhanabhuriya4954
@shobhanabhuriya4954 7 ай бұрын
વિશાલભાઇ ખૂબ જ સરસ અભિવ્યક્તિ......🎉
@ganpatdulera1862
@ganpatdulera1862 2 ай бұрын
બહુ સરસ વાત કરી છે. મેં દીપનિર્વાણ"નવલકથા વાચીછે.
@dinubhaichudasama9659
@dinubhaichudasama9659 3 жыл бұрын
દશૅક એટલે દશૅક આ નવલકથા ગુજરાતી સાહિત્યની પ્રથમ પંક્તિની છે. વિશાલભાઈ તમે સ-રસ કૃતિ વિશે વાત કરી છે. અભિનંદન
@rashminjoshi4130
@rashminjoshi4130 3 жыл бұрын
ખુબ સરસ રીતે પુસ્તક નો પરિચય આપવા બદલ વિશાલ ને ખુબ ખુબ અભિનંદન💐💐💐
@jayeshcharan6015
@jayeshcharan6015 3 жыл бұрын
ખૂબ જ સરસ વક્તવ્ય વિશાલ સરે દર્શક કૃત 'દીપનિર્વાણ' કૃતિ વિશે આપ્યું છે. વિશાલ સર આવી અનેક વિશ્વસાહિત્યની કૃતિઓ વિશે માહિતી આપતા રહે એવી અનેકાનેક શુભેચ્છાઓ...
@ramjanhasaniya2995
@ramjanhasaniya2995 3 жыл бұрын
બહુ સરસ પ્રકલ્પ... એવા જ મજાના વક્તા . અભ્યાસ, અભિવ્યક્તિ બંને બહુ સરસ
@vishaljoshi5001
@vishaljoshi5001 3 жыл бұрын
Perfect.... Perfect appreciation and perfect ...Vishal 👍👌
@ProfessorKhachariya
@ProfessorKhachariya 3 жыл бұрын
ખૂબ સરસ. અભિનંદન
@ranabavaliya3737
@ranabavaliya3737 Жыл бұрын
ખૂબ સરસ વાત કરી...... 💐
@RajPatel-ky3zk
@RajPatel-ky3zk 3 жыл бұрын
your gujarati is clear and feels love to hear.... keep these series up... wonderful content
@bariajagdishkumar8891
@bariajagdishkumar8891 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર તમારો .તમે ખૂબ સરસ અભિવ્યક્તિ સાથે આ નવલથાનો આસ્વાદ કરાવ્યો....
@MuniBDave
@MuniBDave 3 жыл бұрын
Excellent. Congrats.
@astoryadaybyrekhabenbhattg4974
@astoryadaybyrekhabenbhattg4974 3 жыл бұрын
ઘણી સરસ વાતો કરી.
@dr.vishalpandya7273
@dr.vishalpandya7273 3 жыл бұрын
Excellent asusual vishal
@sukhadiyakanchanben4766
@sukhadiyakanchanben4766 3 жыл бұрын
ખૂબ ખૂબ સરસ...અભિનંદન.
@technicalhaji8901
@technicalhaji8901 2 жыл бұрын
Thank you નવજીવન ટ્રસ્ટ
@theempireofenglish3502
@theempireofenglish3502 Жыл бұрын
Upanishad is echoing(reflexes) in anand's answers and Sucharita's questions ! Higher Intelligence is weaved very nicely in the text !!!
@vandanapandya2744
@vandanapandya2744 Жыл бұрын
Excellent talk
@gohilramila6776
@gohilramila6776 Жыл бұрын
ખૂબ જ સુંદર નવલકથા નો આસ્વાદ કરાવ્યો તમારી અભિવ્યકતકલા સરસ છે
@gohil_pradip_06
@gohil_pradip_06 2 жыл бұрын
દિપનિર્વાણ નુ મટીરીયલ PDF સ્વરૂપે હોય તો આપજો ને
@pareshkatrodiya6060
@pareshkatrodiya6060 3 жыл бұрын
Superb .... Vishal 👌
@mdchaudhary3828
@mdchaudhary3828 Жыл бұрын
Iite b.ed. students like it... 😊🌼
@WhoIsThisAum
@WhoIsThisAum Жыл бұрын
One IITE student meeting another
@Mahi2237-h7s
@Mahi2237-h7s 3 күн бұрын
Me
@sahdevsinhvala9021
@sahdevsinhvala9021 2 жыл бұрын
Thank you sir 🙏😊
@minaroy2677
@minaroy2677 9 ай бұрын
👏👏👏🇮🇳🇱🇷🇮🇳🇱🇷
@herbhasonal7770
@herbhasonal7770 Жыл бұрын
👍👌👌
@rushikunjlokbharti3570
@rushikunjlokbharti3570 3 жыл бұрын
👍
@manojraval2045
@manojraval2045 Жыл бұрын
સર્જક નો પરિચય અને તેના સર્જક વ્યક્તિત્વ ને ઘડનારા પરિબળો વિશે જણાવો pilis
@renukapatel4628
@renukapatel4628 Жыл бұрын
Sir pdf moklo
Incredible Dog Rescues Kittens from Bus - Inspiring Story #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 27 МЛН
Before VS during the CONCERT 🔥 "Aliby" | Andra Gogan
00:13
Andra Gogan
Рет қаралды 10 МЛН
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 17 МЛН
EP - 1 /  Saumya Joshi /  Kavyagoshthi / Navajivan Trust
57:14
Navajivan Trust
Рет қаралды 4,6 М.
Incredible Dog Rescues Kittens from Bus - Inspiring Story #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 27 МЛН