ખૂબ જ સરસ.ભાઈ બહેનના હેતનું કેટલું મધુરું ગીત .સાંભળીને આંખમાંથી આંસુ સરી પડ્યાં વીરા જુગલકિશોર .નાનપણમાં શાળા માં ભણતાં ત્યારે કવિતા હતી આ .સ્મરણો તાજાં થયાં બાળપણ સાંભરી આવ્યું . વહાલાં માતા પિતા ,બહેનો યાદ આવી ગયાં .ભૂતકાળ રોવરાવી ગયો.અત્યારે હું ૬૯ વરસની છું.કેટલું બધું હૃદય ને ઢંઢોળી ગયું ,હચમચાવી ગયું .કવિ ની કાવ્યપંક્તિઓ કેટલી પ્રેમાળ છે .ભાઈ ભાભી બે ય ભેળાં મળીને ગુંથશું વેણી , ભારો ભાર નિર્મળ પ્રેમ છલકાય છે . કાશ આવો સમય પાછો આવે .દરેક ભાઈ કવિ જેવો પ્રેમાળ બની જાય ! કવિના જેવી વિશાળતા હૃદય ની પ્રાપ્ત કરે .શુભેચ્છા સૌને .ભાઈ આહિરને ખૂબ ખૂબ ધન્યવાદ લોકસગરનાં મોતી વીણી ને ઉત્તમ રજૂઆત કરો છો . ખૂબ ખૂબ ધન્યવાદ .congrate again .Cary on.I love your geet .all love your performance