Рет қаралды 71,401
વનમાં રે મહાદેવજીને વનમાં રે પારવતી
વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે
શંખલાનો નાદ જોવા જાય રે મહાદેવને મેળે હાલો રે પારવતી
ડોક પ્રમાણે હારલો ઘડાવજો
હારલો પહેરીને જોવા જાય રે મહાદેવના મેળે હાલો રે પારવતી
નાક પ્રમાણે નથડી ઘડાવજો
નથડી પહેરીને જોવા જાય રે મહાદેવના મેળે હાલો રે પારવતી
હાથ પ્રમાણે ચુડલો ઘડાવજો
ચૂડલો પહેરીને જોવા જાય રે મહાદેવના મેળે હાલો રે પારવતી
પગ પ્રમાણે ઝાંઝરી ઘડાવજો
ઝાંઝરી પહેરીને જોવા જાય રે મહાદેવના મેળે હાલો રે પારવતી
માથા પ્રમાણે ચુંદડી ઓઢાડજો
ચૂંદડી ઓઢીને જોવા જાય રે મહાદેવના મેળે હાલો રે પારવતી
પગ પ્રમાણે મોજડી ઘડાવજો
મોજડીના નવલખા મૂલ રે મહાદેવના મેળે હાલો રે પારવતી
શણગાર સજીને મેળે પારવતી ગ્યાતા
ભોળા ના મન ભરમાયા મહાદેવને મેળે હાલો રે પારવતી
વનમાં રે મહાદેવજીને વનમાં રે પારવતી
વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે
શંખલાનો નાદ જોવા જાય રે મહાદેવને મેળે હાલો રે પારવતી
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ