વનરાવન ગ્યાતા રે રાસ રમવા(લખેલું છે) - Best Gujarati kirtan - New krishna kirtan

  Рет қаралды 43,281

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

2 ай бұрын

Welcome to my KZbin channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates
Geeta Saar Kirtan:
• ગીતાજી નો સાર
See other Krishna Kirtan Playlist :
• ક્રિષ્ના કીર્તન
See other Ramdevpir kirtan:
• રામાપીરના ભક્તિ ગીત
See other Guru Bhakti Kirtan:
• ગુરુ ભક્તિ
See Other Mahadev's Kirtan:
• શિવજીના કીર્તન
See Other Shree Ram's Kirtan:
• શ્રીરામ ના કીર્તન
વનરાવન ગ્યાતાં રે રસ રમવા
વાલો મારા આવતાને વાંસળી વગાડતા
અડધી રાતુની વાલે વાંસળી વગાડી
મધરાતે વાલે મારે વાંસળી વગાડી
વાંસળીના સુર ગોકુળમાં સંભળાણા
વાંસળી વગાડી સીધી ગોપીને જગાડી
વનરાવન ગ્યાતાં રે રાસ રમવા
કુંજ ગલીમાં રાસ રે રમિયા
વાલો મારો સોળસો ગોપીયુની વચમાં
વચમાં રહીને વાલે વાંસળી વગાડી
વાંસળીના સુર કૈલાશ સંભળાણા
ભર રે નીંદરમાંથી ભવાની જાગ્યા
શણગાર સજીને એતો ચાલવાને લાગ્યા
ભોળો ભવાનીને પૂછવાને લાગ્યા
અડધી રાતુના સતી આમ કિયા ચાલ્યા
અમે જાયે છે ભોળા વનરા તે વનમાં
રાસે રમવાની મને લાગી તાલાવેલી
તો તો સતી મને સાથમાં લઇ જાજો
અમારે લેવો છે રમવાનો લ્હાવો
પુરુષનો ત્યાં પ્રવેશ હોઈ નઈ
ગોપીયુંને કાન સિવાય ત્યાં બીજું કોઈ નઈ
તો તો સતી મને ગોપી રે બનાવો
રાસ રમવાનો લેવો મારે લ્હાવો
આજ અમે લેશુ રાસ રમવાનો લ્હાવો
હઠ લીધી છે ત્યારે કૈલાશપતિએ
ગોપી બનવ્યા પછી શિવને સતીએ
ચોલીને ચણીયો પેર્યા ભોળાનાથે
નવરંગ ઓઢણી ઓઢી છે માથે
જટા છોડીને ભોળે અંબોળો વાળ્યો
કેસર કંકુનો ચાંદલો રે કીધો
બંગળીને કંકણ પેર્યા ભોળાનાથે
હાથી રે દાંતનો ચૂડલો છે હાથે
નાકે નથળીને કાને ઝુમખા રે લટકે
બાયે બાજુબંધ સરખા રે શોભે
દસે આંગળિયુંમાં વેઢ અને વીંટીયું
કંઠે શોભે છે નવસરો હારલો
કેળે કંદોરો પગે ઝાંઝરીયું જમકે
ભોળોનાથ હાલે ત્યાં ઘુઘરીયુ ઘમકે
દાઢીને મૂછ ભોળે ઘૂંઘટમાં છુપાવ્યા
લાજું કાઢીને ભોળો રમવાને હાલ્યા
ગોપીયુની સાથમાને માં ભવાનીની પાસમાં
શિવને સંગાથે શામળો નાચે
કૃષ્ણ રાધાજીને પૂછવાને લાગ્યા
આજ નવી ગોપી કિયા ગામથી રે આવી
એ રે ગોપી કૈલાશમાંથી આવી
જશોદાનો જાયો ભેદ ગયો જાણી
નંદનો દુરાલો બધી વાત ગયો જાણી
તાલિ પાડીને ત્રણેય લોકમાં સંભળાણી
તેત્રીસ કરોડ દેવતાને રે બોલાવ્યા
તેત્રીસ કરોડ દેવ જોવાને આવ્યા
નર્સિહમહેતાનો સ્વામી રે શામળિયો
શિવને શામળીયાને ફૂલડે વધાવિયાં
વનરાવન જવું રે રાસ રમવા
વાલો મારા આવતા ને વાંસળી વગાડતા

Пікірлер: 35
@kachanpatel578
@kachanpatel578 2 күн бұрын
જય શ્રી કૃષ્ણ સરસ ભજન
@RasilabenThummar
@RasilabenThummar 17 сағат бұрын
જય શ્રી કૃષ્ણ🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊 સતસંગમાં તમારી હાજરીને લાખ લાખ વંદન 🙏
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 2 ай бұрын
જય ભોળાનાથ રશીલાબેન ઠુમર ખુબખુબ ધન્યવાદ વનરાવનમા મધુવનમા અમોયે રાસલીધેલો ખુબ આનંદ થાય બેનો
@RasilabenThummar
@RasilabenThummar 2 ай бұрын
જય ભોલેનાથ દાદા🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 વાહ ખૂબ સારું કેહવાય અમે પણ ગયેલા
@AnkitaDani24
@AnkitaDani24 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ વાહ વાહ રશીલા માસી ખૂબ સરસ કીર્તન ગાયું છે
@RasilabenThummar
@RasilabenThummar 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@BhikhibenPatel-x2e
@BhikhibenPatel-x2e 7 күн бұрын
😮
@RasilabenThummar
@RasilabenThummar 6 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 સતસંગમાં તમારી હાજરીને લાખ લાખ વંદન😊🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે
@user-ue5dj9nj1q
@user-ue5dj9nj1q 2 ай бұрын
❤खूब सरस गायू छे रसीलाबेन जय श्री कूष्ण राधे राधे अवाज पन बोव मधूर छे तमारो हो बेन आ लखीन मोकलसो
@RasilabenThummar
@RasilabenThummar 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 મુકી દીધું છે
@jyotimjoshi7586
@jyotimjoshi7586 2 ай бұрын
બેન જયશ્રી કૃષ્ણ ભજન બહું જ સરસ છે પણ લખી ને આપો
@RasilabenThummar
@RasilabenThummar 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 મુકી દીધું છે લખીને
@user-nk9xb7wk7f
@user-nk9xb7wk7f Ай бұрын
આવીયુ.નથી
@user-kp6nl7gb4r
@user-kp6nl7gb4r Ай бұрын
ખુબ ખુબ ધન્ય વાદ બવ સરસ ગાવ છો આવ જ નવા નવા કિર્તન મુકો જે થી અમે પણ લાભ લઈ
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 હંમેશા સત્સંગમાં જોડાયેલો રહો એવી પ્રભુને પ્રાર્થના 🤗
@vrajlalthumar5604
@vrajlalthumar5604 2 ай бұрын
Jai shri Krishna 🙏 🎉nice
@RasilabenThummar
@RasilabenThummar 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ વજુભાઈ🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@sejalthumar2108
@sejalthumar2108 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏 👌👌👌
@RasilabenThummar
@RasilabenThummar 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@hiraodedara813
@hiraodedara813 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ
@RasilabenThummar
@RasilabenThummar 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@SNNayak-ms5sw
@SNNayak-ms5sw 2 ай бұрын
❤ ખુબજ સરસ છે ભજન 😊
@RasilabenThummar
@RasilabenThummar 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@user-bk5lm1gt8x
@user-bk5lm1gt8x 2 ай бұрын
Bhavna thumbar🎉🎉
@RasilabenThummar
@RasilabenThummar 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@krishnabendevani5354
@krishnabendevani5354 2 ай бұрын
Jay shri krishna very nice 👌
@RasilabenThummar
@RasilabenThummar 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@user-ci3hs9lh1n
@user-ci3hs9lh1n 2 ай бұрын
🙏🙏🙏👌👌👌
@RasilabenThummar
@RasilabenThummar 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@dhenishbhimani6176
@dhenishbhimani6176 2 ай бұрын
સરસ છે પણ લખીને મોકલો
@RasilabenThummar
@RasilabenThummar 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 મુકી દીધું છે
@bkthumar5484
@bkthumar5484 2 ай бұрын
❤❤🎉🎉🎉srs
@RasilabenThummar
@RasilabenThummar 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@manjuraj9518
@manjuraj9518 Ай бұрын
રસીલા બેન ના બધાજ ભજનો મને ખુબ ગમે બહુજ સરસ બેન ધન્યવાદ
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 પ્રભુ તમને હમેશા સતસંગમાં જોડાયેલાં રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 23 МЛН
WHAT’S THAT?
00:27
Natan por Aí
Рет қаралды 14 МЛН
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 10 МЛН
Әбдіжаппар Әлқожа - Ұмыт деме
3:58
Әбдіжаппар Әлқожа
Рет қаралды 1,1 МЛН
IL’HAN - Pai-pai (lyric video) 2024
3:24
Ilhan Ihsanov
Рет қаралды 759 М.
Erkesh Khasen -  Bir qyz bar M|V
2:43
Еркеш Хасен
Рет қаралды 976 М.
Taxi
3:06
Sadraddin - Topic
Рет қаралды 152 М.
Malohat
3:35
Xamdam Sobirov - Topic
Рет қаралды 1,2 МЛН
Nurmuhammed Jaqyp  - Nasini el donya (cover)
2:57
Nurmuhammed Jaqyp
Рет қаралды 583 М.