Рет қаралды 21,195
ટ્રમ્પના પ્રેસિડેન્ટ બન્યા બાદ વડાપ્રધાન મોદી સાથે તેમની પહેલીવાર વાત થઈ છે, સોમવારે બંને નેતાઓ વચ્ચે થયેલી વાતચીતમાં ઈલીગલ ઈમિગ્રન્ટ્સના મુદ્દા પર પણ ચર્ચા થઈ હતી. આ મામલે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે ફેબ્રુઆરીમાં પીએમ મોદી અમેરિકા આવી રહ્યા છે. ટ્રમ્પને પત્રકારોએ એવો સવાલ પણ પૂછ્યો હતો કે શું ઈન્ડિયા યુએસમાં ઈલીગલી રહેતાં પોતાના સિટિઝન્સને પાછા સ્વીકારશે? તેના જવાબમાં ટ્રમ્પે એવું કહ્યું હતું કે આ મામલે ઈન્ડિયા જે કંઈ યોગ્ય હશે તે કરશે અને તેના પર બંને દેશો વચ્ચે ચર્ચા ચાલી રહી છે. પીએમ મોદી ફેબ્રુઆરીમાં અમેરિકા જવાના છે કે કેમ તેના વિશે ભારત સરકાર દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં નથી આવી.