Рет қаралды 81,848
સંવત ૧૮૪૧નાં આસો સુદ પૂનમ એટલે કે શરદ પુનમ, તારીખ-૧૭-૧૦-૧૭૮૫ અને મંગળવાર, ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર, ધ્રુવ યોગ, બવ કરણ વગેરે બળવાન યોગમાં રાત્રિ ૧૧ ઘડી અને ચાળીશ પળ જતાં વિપ્ર ભોળાનાથ અને સાકરબાઇ થકી મુળજી શર્મા ઉર્ફે ગુણાતીતાનંદ સ્વામી નું ભાદરા ગામે પ્રાગટ્ય થયું. આત્માનંદસ્વામીના શિષ્ય રામાનંદસ્વામી ફરતાં ફરતાં શેખપાટથી ભાદરે આવ્યા. અને ભોળાનાથને ત્યાં પુત્ર જન્મના ખબર મળતાં તેમને બોલાવ્યા અને જન્મકુંડલી જોઇ, પરંતુ પોતાની ખાસ ઇચ્છાથી મૂળજી નામ પાડ્યું. અને કહ્યુ કે, આ પુત્ર તરફ સર્વ મનુષ્યો આકર્ષાશે, બૃહસ્પતિ જેવા વક્તા થાશે. પુષ્કળ વૈભવ મળવા છતાં આ મહા યોગી વિરક્ત રહી ભગવાનને અખંડ રાખશે. ભોળાનાથને ઘેર આ પુત્રનો જન્મ થયા પછી સુખ સંપત્તિ વધવા માંડી. ભોળાનાથના આ પનોતા પુત્ર મૂળજી પરમ એકાંતિક ભકત થયાં. મૂળજીની આકૃતિ ઘણી સૌમ્ય અને તેજસ્વી હતી. તેમના શરીરનો વર્ણ સહેજ શ્યામ, શરીર પુષ્ટ, છાતી પહોળી અને નેત્ર ઉઘાડા તથા મોટા હતા.
~સંદર્ભ ગ્રંથ- મંજુકેશાનંદ સ્વામી કૃત નંદમાળા અને ગુણાતીતાનંદ સ્વામી ની વાતો મા જીવનચરિત્ર માથી. પ્રકાશન- સ્વામિનારાયણ મંદિર- પીપલાણા અને સ્વામિનારાયણ ગુરુકુળ- કંડારી.
#swaminarayanbhagawan #swaminarayanmandir #swaminarayankirtan #swaminarayankatha #swaminarayanCharitra #swaminarayanbhajan #swaminarayanprabhatiya #vadtalMandir #kalupurmandir #bhujMandir #harikrushnaMaharaj #gurukul #ekadashiKatha #GujaratiKatha #vachnamrut #bhaktachinatamani #nandmala #harililamrut #satsangijivan #shikshapatri #nishkulanandkavya #sardharKatha #NandSant #nandSantJivanKavan #nandSantAkhyan #brahmanandswamikirtan #premanandswamiKirtan #nishkulanandSwamikirtan #kirtanVivechan #muktanandswamikirtan #brahmanandswami #bhayatmanandswami #prasadanandSwami #swarupanandSwami #ramanandSwami #swaminarayanKathaKirtan #nityanandswami #gopalanandswami #gunatitanandSwami #BhadraMandir #MuljiSharma