EP-23/માતૃવંદના/ Raghuvir Chaudhari, Vinesh Antani, Manilal Patel, Ratilal Borisagar, Deepak Mehta

  Рет қаралды 2,330

Navajivan Trust

Navajivan Trust

2 жыл бұрын

નવજીવન ટ્રસ્ટ આયોજિત ‘નવજીવન Talks’ માં માતૃવંદનાનો સુંદર ઉપક્રમ યોજાયો હતો. આદરણીય રઘુવીર ચૌધરી, રતિલાલ બોરીસાગર, વીનેશ અંતાણી અને મણિલાલ હ. પટેલ. આ સર્જકોએ પોતાના સર્જનમાં અને જીવનમાં એમની બાની હાજરી નોંધી અને શ્રોતાઓને પોતાની માડીઓના મુલકની મુલાકાત કરાવી. માતૃવંદના કાર્યક્રમ ખૂબ લાગણીસભર રહ્યો. ભીની આંખો, ગળે બાઝેલો ડૂમો, છાતીમાં ગુંગળાતો મુંઝારો અને સ્મરણોની અટારીએ સૌની માથે ફરતો બાનો પાલવ. વરસાદી આ સાંજ નવજીવન ટ્રસ્ટની સ્મૃતિમાં અમર થઈ ગઈ.
અહીં મુંબઈથી ખાસ પધાર્યાં હતા આદરણીય દીપક મહેતા.
૧૦૭ ચુનંદા સાહિત્યકારોએ પોતાની માતા વિશે સુંદર સ્મરણો જેમાં લખ્યા છે એ ‘માતૃવંદના’ પુસ્તકના તેઓ સંપાદક.
આદરણીય દીપક મહેતાએ પોતાનો સંપાદકીય અનુભવ વહેંચ્યો. પોતાની માતા વિશે સ્મરણલેખ લખવાથી શરૂં થયેલી યાત્રા અંતે પાંચ ભાગના પાંચ પુસ્તકોમાં ૧૦૭ માતાઓનો સ્મરણમેળો સુધી પહોંચી.
નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત અને દીપક મહેતા સંપાદિત ‘માતૃવંદના’ પુસ્તકના વધામણાં થયા. આ ચાર સર્જકોએ ૧૦૭ સર્જકોનું પ્રતિનિધિત્વ કર્યું. જે સર્જકો અને એમની માતાઓ સદેહે હાજર નથી એમને વંદન કરીએ છીએ. ઋણ સ્વીકારીએ છીએ.
‘માતૃવંદના’ પુસ્તકના પાંચ ભાગ છે. પાંચેય ભાગમાં પથરાયો છે ૧૦૭ જનેતાઓનો મમતા ભરેલો પાલવ.
પાંચ ભાગની કિંમત છે ₹ ૮૭૫
સ્વતંત્ર ભાગની કિંમત છે ₹ ૧૭૫.
આ પુસ્તક ઘરે બેઠા મેળવવા માટે આપ નવજીવન ટ્રસ્ટના વેચાણ વિભાગમાં મોબાઈલ નંબર - 8849593849 પર કોલ કરી શકો છો.
કુરિયરના માધ્યમથી પુસ્તક તમારા સુધી પહોંચી જશે. આપ આ નંબર પર ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકો છો.

Пікірлер: 13
@mitarrathod3132
@mitarrathod3132 2 жыл бұрын
ખૂબ સુંદર કથન રામજી
@ChintanJoshiPoojan
@ChintanJoshiPoojan 2 жыл бұрын
અકિંચનમ...કદાચ આ બધી જ જનેતાનો આભાર કે આ અપડા સુધી પહોચ્યું....
@dilipsinhrathod7447
@dilipsinhrathod7447 2 жыл бұрын
🙏બા....,🙏
@ramjanhasaniya2995
@ramjanhasaniya2995 2 жыл бұрын
આખો કાર્યક્રમ હૃદયથી માણ્યો આયોજન બદલ આભાર.... ભીનાં ભીનાં કરી દીધાં
@chaitalithacker1536
@chaitalithacker1536 2 жыл бұрын
સુંદર ઉપક્રમ 👏🏻👏🏻
@rj_rajni_parmar
@rj_rajni_parmar 2 жыл бұрын
વાહ👌👌👌
@mahendrasinhparmar7864
@mahendrasinhparmar7864 2 жыл бұрын
કેટલાક બહુ જ પવિત્ર કાર્યક્રમો પૈકીનો આ એક.તમારો આભાર.
@raghuvirsinhchavda5064
@raghuvirsinhchavda5064 2 жыл бұрын
દરેક સર્જકોની ખૂબ જ સરસ રજૂઆત....દરેક માતાઓને વંદન
@sandhyabhatt2197
@sandhyabhatt2197 2 жыл бұрын
હ્રદયસ્પર્શી વાત થઈ..સર્જકોએ ખુલીને વાત કરી..કેટલેક સ્થાને આંખના ખૂણા ભીના થયા...
@artbyamitabhakta
@artbyamitabhakta Жыл бұрын
I am addicted to Navajivan talks, thank you for this talks. My four decades of thirst is being quenched, blessings to all who are organizing this and uploading this so I who live across the globe can enjoy best of our Gujarati literature and celebrate the “shbad”.
@mahavirrao9208
@mahavirrao9208 2 жыл бұрын
બા
@user-go6xs5gr3l
@user-go6xs5gr3l 2 жыл бұрын
બાના મધુર સંસ્મરણોની ભીની ભીની સુગંધ માણવા મળી..ધન્યવાદ..નવજીવન..
@janakshah1577
@janakshah1577 2 жыл бұрын
માતરુ વન્દના ના સંપાદક પ્રકાશક લેખકો આ કાર્યક્રમ ના આયોજક અને યુ ટ્યુબ ને અભિનંદન.
تجربة أغرب توصيلة شحن ضد القطع تماما
00:56
صدام العزي
Рет қаралды 54 МЛН
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 29 МЛН
When You Get Ran Over By A Car...
00:15
Jojo Sim
Рет қаралды 29 МЛН
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 6 МЛН
નારાયણ સ્વામી વિશે પૂજ્ય મોરારી બાપુ
9:56
राजकोट न्यूज़ 108
Рет қаралды 4,4 М.
تجربة أغرب توصيلة شحن ضد القطع تماما
00:56
صدام العزي
Рет қаралды 54 МЛН